Get App

કમોડિટી લાઇવ: સોના-ચાંદીની ચમકમાં વધારો, ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $80ની ઉપર

USમાં મોંઘવારી અનુમાન કરતા વધુ ઘટતા સોના-ચાંદીની ચમક વધી, COMEX પર સોનું 1960 ડૉલરના સ્તરની ઉપર આવ્યું, ચાંદીમાં પણ 24 ડૉલરની ઉપર કારોબાર નોંધાયો, ડૉલર ઇન્ડેક્સમાં દબાણથી પણ સેન્ટિમેન્ટ સુધર્યા.

MoneyControl Newsઅપડેટેડ Jul 13, 2023 પર 12:16 PM
કમોડિટી લાઇવ: સોના-ચાંદીની ચમકમાં વધારો, ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $80ની ઉપરકમોડિટી લાઇવ: સોના-ચાંદીની ચમકમાં વધારો, ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $80ની ઉપર
દેશમાં સોયાબીન વાવેતર ઘટવાનો અંદાજ, પણ ગુજરાતમાં વાવેતર વધશે, રાજ્યમાં ગત વર્ષની તુલનાએ સાયાબીન વાવેતર 50% વધીને 2.01 લાખ હેક્ટર પહોંચ્યું.

USમાં મોંઘવારી અનુમાન કરતા વધુ ઘટતા અને ડૉલર ઇન્ડેક્સમાં મોટા ઘટાડાથી સોનાની કિંમતોને સપોર્ટ મળ્યો, COMEX પર સોનું 1960 ડૉલરની સ્તરની ઉપર નીકળ્યું, જ્યારે સ્થાનિક બજારમાં ₹59,278ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

સોનું 3 સપ્તાહની ઉંચાઇ પર પહોચ્યું. COMEX પર $1950ને પાર ભાવ નિક્ળ્યા. અમેરિકામાં મોંઘવારી દર ઘટવાથી સપોર્ટ મળ્યો. 14 મહિનાના નીચલા સ્તર પર ડોલર ઇન્ડેક્સ છે. MCX પર કિંમતો રૂપિયા 59,285ના સ્તરની પાસે પહોંચી.

સોનામાં તેજીના કારણો

અમેરિકામાં મોંઘવારી દર અનુમાનથી ઓછો રહ્યો. USમાં જૂન મોંઘવારી દર 3% પર રહ્યો. USમાં મોંઘવારી મે મહિનામાં 4% પર હતી. માર્ચ 2021 બાદથી મોંઘવારી સૌથી ઓછી છે. જૂનમાં કોર મોંઘવારી દર 5%થી ઘટીને 4.8% રહ્યો. 14 મહિનાના નિચલા સ્તરે ડૉલર ઇન્ડેક્સમાં કારોબાર થયો.

બધા સમાચાર

+ વધુુ વાંચો