Get App

કોમોડિટી લાઈવ: સોના-ચાંદીની ચમકમાં ઘટાડો, ક્રૂડમાં ઉતાર-ચઢાવ સાથેનો કારોબાર

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં ફ્લેટ ટૂ પોઝિટીવ સંકેતો સાથે 249ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો.

MoneyControl Newsઅપડેટેડ Jan 11, 2024 પર 12:19 PM
કોમોડિટી લાઈવ: સોના-ચાંદીની ચમકમાં ઘટાડો, ક્રૂડમાં ઉતાર-ચઢાવ સાથેનો કારોબારકોમોડિટી લાઈવ: સોના-ચાંદીની ચમકમાં ઘટાડો, ક્રૂડમાં ઉતાર-ચઢાવ સાથેનો કારોબાર

યૂએસ સીપીઆઈનાં આંકડા પહેલા સોનામાં સુસ્ત કારોબાર જોવા મળ્યો, જ્યાં કોમેક્સ પર કિંમતો 2030 ડૉલરની ઉપર રહી, તો સ્થાનિક બજારમાં 62,130ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. અહીં પણ વેસ્ટ એશિયામાં તણાવના કારણે સેફ હેવન બાઈંગનો સપોર્ટ કિંમતોને મળી રહ્યો છે. જોકે માર્ચમાં 63 ટકા પર 25 bps વ્યાજ દર કાપની સંભાવના બની રહી છે.

ચાંદીમાં પણ નીચલા સ્તરેથી રિકવરી આવતા, શરૂઆતી કારોબારમાં વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની પાસે પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટૂ પોઝિટીવ સંકેતો સાથેનો કારોબાર જોવા મળ્યો.

આજે શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં તેજી સાથેનો કારોબાર નોંધાયો, જોકે ચાઈના તરફથી નબળા આર્થિક આંકડાઓના કારણે 2024માં આ વર્ષમાં કોપરની કિંમતોમાં 2 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. બજારની નજર હવે આવતીકાલે ડાહેર થનાર મોંઘવારીના આંકડાઓ પર બનેલી છે.

ક્રૂડ ઓઈલમાં ઉતાર-ચઢાવ સાથેનો કારોબાર રહ્યો, જ્યાં બ્રેન્ટના ભાવ 78 ડૉલરની નીચે યથાવત્ છે, જોકે nymex ક્રૂડમાં રિકવરી સાથે 71 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે EIAના રિપોર્ટ મુજબ અમેરિકામાં ઓઈલ ઇન્વેન્ટરીમાં વધારાના કારણે ક્રૂડની કિંમતો પર દબાણ બન્યું, સાથે જ લિબીયાની ઓઈલ ફિલ્ડ બંધ હોવાથી સપ્લાયની ચિંતા અને OPEC, US, ઈરાક અને નાઈજેરીયા તરફથી આઉટપુટમાં વધારાની પણ અસર કિંમતો પર દેખાઈ રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો