Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં આવી સુસ્તી, ક્રૂડ આવ્યું રાતોરાત 4%નું દબાણ

સોના-ચાંદીમાં આવી સુસ્તી. COMEX પર સોના-ચાંદી માં ફ્લેટ કારોબાર. તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર મળ્યો જોવા..

MoneyControl Newsઅપડેટેડ Dec 13, 2023 પર 12:03 PM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં આવી સુસ્તી, ક્રૂડ આવ્યું રાતોરાત 4%નું દબાણકોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં આવી સુસ્તી, ક્રૂડ આવ્યું રાતોરાત 4%નું દબાણ
ક્રૂડની કિંમતોમાં આવ્યો રાતોરાત 4%નું દબાણ. જૂન 2023ના નિચલા સ્તર પર પહોંચી કિંમતો. બ્રેન્ટની કિંમતો 73 ડૉલર પાસે પહોંચી.

ક્રૂડમાં ગઇકાલે આવ્યો મોટો એક દિવસય ઘટાડો અને 6 મહિનાના નીચલા સ્તેરે કિંમતો પહોચી. માગમાં ઘટાડાો આવવાની આશંકાએ ક્રૂડની કિંમતોમાં રાતોરાત ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે EIAએ 2024 માટે કિંમતોના અનુમાન $10 ઘટાડી $83/bbl કર્યું છે.

નેચરલ ગેસમાં પણ વેચવાલી સાથેનો કારોબાર જોવા મળ્યો. સ્થાનિક બજારમાં પોણા ચાર ટકાની નરમાશ સાથે કિંમતો 188 પર આવતી જોવા મળી.

સોનાના કારોબારની વાત કરીએ તો, સોનામાં આજે ફ્લેટ કારોબાર જોવા મળ્યો જ્યાં વૈશ્વિક બજારમાં 2000 ડૉલર નીચે કિંમતો આવતી જોવા મળી. સ્થાનિક બજારમાં 61000 નીચે કિંમતો આવતી જોવા મળી.

સોનાના પગલે ચાંદી પણ વેચવાલી સાથેનો કારોબાર જોવા મળ્યો. COMEX પર ચાંદીની કિંમતો 23 ડૉલર નીચે આવતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં મામૂલી નરમાશ આવતી જોવા મળી.

બધા સમાચાર

+ વધુુ વાંચો