Get App

કમોડિટી લાઇવ: ક્રૂડમાં ફરી નફાવસુલીનું દબાણ, સોના-ચાંદીમાં દબાણ યથાવત

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે 1 ટકાથી વધુના ઘટાડા સાથે 239ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો હતો.

MoneyControl Newsઅપડેટેડ Oct 23, 2023 પર 11:59 AM
કમોડિટી લાઇવ: ક્રૂડમાં ફરી નફાવસુલીનું દબાણ, સોના-ચાંદીમાં દબાણ યથાવતકમોડિટી લાઇવ: ક્રૂડમાં ફરી નફાવસુલીનું દબાણ, સોના-ચાંદીમાં દબાણ યથાવત

શુક્રવારે સોનાની કિંમતો પર દબાણ રહેતા વૈશ્વિક બજારમાં ભાવ 2 હજારના સ્તરની નીચે આવ્યા, આજે શરૂઆતી કારોબારમાં કેમેક્સ પર કિંમતો 1973 (તોતેર) ડૉલરના સ્તરની પાસે હતી, જ્યારે સ્થાનિક બજારમાં પા ટકાના ઘટાડા સાથે 60,547ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

ચાંદીમાં પણ દબાણ બનતા વૈશ્વિક બજારમાં ભાવ પા ટકાથી વધારે ઘટી 23 ડૉલર પાસે પહોંચ્યા, જ્યારે સ્થાનિક બજારમાં 72,709ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી જોવા મળી રહી છે.

ગત સપ્તાહની તેજી બાદ આજે ક્રૂડ ઓઈલમાં ફરી નફાવસુલીનું દબાણ જોવા મળ્યું, જ્યાં બ્રેન્ટના ભાવ 91 ડૉલરની પાસે આવ્યા, તો nymex ક્રૂડમાં આશરે 1 ટકાના ઘટાડા સાથે 87 (સત્યાંસી) ડૉલરના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજારમાં પણ નરમાશ.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે 1 ટકાથી વધુના ઘટાડા સાથે 239ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો