ઓછી સપ્લાય અને માગ ઘટવાની આશંકાએ ક્રૂડમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો, જ્યાં બ્રેન્ટમાં 88 ડૉલરની પાસે કિંમતો પહોંચી, તો NYMEX ક્રૂડમાં પણ નાની રેન્જમાં કામકાજ જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે US ઇન્વેન્ટરીમાં ઘટાડો અને યુરોપ અને યુરોઝોન તરફથી નબળા PMI આંકડાઓના કારણે ક્રૂડની માગ ઘટવાના અનુમાન બની રહ્યા છે, જેને કારણે ગઈકાલે કિંમતોમાં આશરે 2%નો ઘટાડો નોંધાયો, APIના આંકડા મુજબ US ઇન્વેન્ટરીમાં 2 મિલિયન બેરલથી વધુનો ઘટાડો નોંધાયો, જેની પણ નેગેટીવ અસર કિંમતો પર બની રહી છે.