Get App

કોમોડિટી લાઈવ: સોના-ચાંદીમાં આવ્યું દબાણ, બેઝ મેટલ્સમાં આવી વેચવાલી

બેઝ મેટલ્સમાં નરમાશ આવતી જોવા મળી. જ્યાં LME પર લગભગ તમામ મેટલ્સમાં નરમાશ આવતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં લેડ સિવાય તમામ મેટલ્સમાં અડઘા ટકા આસપાસની વેચવાલી આવતી જોવા મળી રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 12, 2024 પર 12:59 PM
કોમોડિટી લાઈવ: સોના-ચાંદીમાં આવ્યું દબાણ, બેઝ મેટલ્સમાં આવી વેચવાલીકોમોડિટી લાઈવ: સોના-ચાંદીમાં આવ્યું દબાણ, બેઝ મેટલ્સમાં આવી વેચવાલી

સોનાની કિંમતોમાં મામૂલી નરમાશ આવતી જોવા મળી રહી છે. જ્યાં વૈશ્વિક બજારમાં મામૂલી નરમાશ સાથે કિંમતો 2023 ડૉલર પાસે પહોંચતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં કિંમતો 62231 પાસે પહોંચતી જોવા મળી.

તો ચાંદીની કિંમતોમાં તેજી આવતી જોવા મળી રહી છે જ્યાં વૈશ્વિક બજારમાં 23 ડૉલર પાસે પહોચતી જોવા મળી તો સ્થાનિક બજારમાં અડધા ટકાની તેજી જોવા મળી.

સપ્તાહની શરૂઆતમાં બેઝ મેટલ્સમાં નરમાશ આવતી જોવા મળી. જ્યાં LME પર લગભગ તમામ મેટલ્સમાં નરમાશ આવતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં લેડ સિવાય તમામ મેટલ્સમાં અડઘા ટકા આસપાસની વેચવાલી આવતી જોવા મળી રહી છે. તો લેડમાં એક ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળી રહી છે.

ક્રૂડ ઓઈલમાં વેચવાલી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં બ્રેન્ટની કિંમતો 81 ડૉલર પાસે પહોંચતી જોવા મળી રહી છે. તો NYMEX માં પણ પ્રોફિંટ બુકિંગનો કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહની તેજી બાદ ક્રૂડમાં પ્રોફિંટ બુકિંગ આવતુ જોવા મળ્યું.

બધા સમાચાર

+ વધુુ વાંચો