ચાઈના તરફથી માગ ઘટવાની આશંકાએ ક્રૂડમાં ફરી એકવાર ઉપલા સ્તરેથી દબાણ બન્યું, જ્યાં બ્રેન્ટના ભાવ 85 ડૉલરની નીચે આવ્યા, તો nymex ક્રૂડમાં આશરે પા ટકાથી વધુના ઘટાડા સાથે 81 ડૉલરની નીચે કારોબાર જોવા મળી રહ્યો છે, આ સાથે જ સ્થાનિક બજારમાં પણ રેન્જબાઉન્ડ કારોબાર થઈ રહ્યો છે. વાસ્તવમાં બજારની નજર આજે આવનાર ચાઈનાના ટ્રેડ બેલેન્સનાં આંકડા અને ગુરૂવારે જાહેર થનાર cpiનાં આંકડાઓ પર બનેલી છે, આ ઉપરાંત સાઉદી અરબ અને રશિયા ડિસેમ્બર સુધી ઓઈલ ઉત્પાદનમાં કાપ યથાવત્ રાખશે તેવા સમાચારોના કારણે પણ ક્રૂડના સેન્ટિમેન્ટ નબળા પડ્યા છે.