Get App

કોમોડિટી લાઈવ: ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $85ની નીચે, સોના-ચાંદીમાં વોલેટાઈલ કારોબાર

કૉટન પર રહેશે ફોકસ, CAIએ કૉટન પર ઉત્પાદન અંદાજ 311.18 લાખ ગાંસડી પર યથાવત્ રાખ્યો, ચાલું સિઝનમાં રૂની કુલ 15 લાખ ગાંસડીની આયાત થવાનો અંદાજ, તો 16 લાખ ગાંસડીની નિકાસ શક્ય.

MoneyControl Newsઅપડેટેડ Aug 16, 2023 પર 11:21 AM
કોમોડિટી લાઈવ: ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $85ની નીચે, સોના-ચાંદીમાં વોલેટાઈલ કારોબારકોમોડિટી લાઈવ: ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $85ની નીચે, સોના-ચાંદીમાં વોલેટાઈલ કારોબાર
ઉલ્લેખનિય છે કે, ચાઈનાના નબળાં ટ્રેડ આંકડાઓના કારણે કિંમતો પર અસર જોવા મળી રહી છે.

FOMCની મિનિટ્સ પહેલા સોનામાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળ્યા, જ્યાં COMEX પર ભાવ 1902 ડૉલરના સ્તરની પાસે રહ્યા, તો સ્થાનિક બજારમાં ₹58,845ના સ્તની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. આ સાથે જ USમાં જુલાઈમાં રિટેલ વેચાણ અનુમાન કરતા વધારે રહેતા સોનાની કિંમતો પર અસર દેખાઈ, તો બીજી બાજું જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના આંકડાઓ મુજબ ભારતમાં જુલાઈમાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ YoY ધોરણે 33.1% ઘટી 1.68 બિલિયન ડૉલર પર રહ્યો, તો ઇમ્પોર્ટ 36% ઘટીને 1.69 બિલિયન ડૉલર પર પહોંચતો દેખાયો છે.

સોનાને પગલે ચાંદીમાં પણ ઉપલા સ્તરેથી દબાણ આવતા ઉતાર-ચઢાવ સાથેનો કારોબાર નોંધાયો, અહીં વૈશ્વિક બજારમાં કિંમતો 23 ડૉલરની નીચે યથાવત્ છે, તો સ્થાનિક બજારમાં ₹69,895ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

બેઝ મેટલ્સમાં પણ મિશ્ર કારોબાર જોવા મળ્યો, જ્યાં લેડની કિંમતોમાં થોડી પોઝિટીવિટી જોવા મળી, પણ એલ્યુમિનિયમ, કોપર અને ઝિંકમાં દબાણ યથાવત્ છે. ઉલ્લેખનિય છે કે, ચાઈનાના નબળાં ટ્રેડ આંકડાઓના કારણે કિંમતો પર અસર જોવા મળી રહી છે.

ક્રૂડ ઓઇલમાં રાતોરાત 2%નો ઘટાડો આવતા બ્રેન્ટમાં 85 ડૉલરની નીચે કારોબાર જોવા મળ્યો, ચાઈનાના રિટેલ વેચાણ આંકડા નબળા રહેતા અને ચાઈનાની સેન્ટ્ર બેન્કોએ કી લેડિંગ રેટ ઘટાડ્યો હોવાથી ક્રૂડની કિંમતો પર અસર જોવા મળી. ઉલ્લેખનિય છે કે છેલ્લા 7 સપ્તાહમાં ક્રૂડમાં લગભગ 20%નો વધારો નોંધાઈ ચુક્યો છે. પણ ત્યાર બાદ હવે ઉપલા સ્તરેથી ઘટાડો આવતા NYMEX ક્રૂડમાં પણ 81 ડૉલરની નીચે કિંમતો પહોંચતી દેખાઈ રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો