Get App

કમોડિટી લાઇવ: ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $93ની નીચે, મજબૂત ડૉલરથી સોના-ચાંદીમાં દબાણ

સોનાને પગલે ચાંદીમાં પણ નરમાશ આવતા વૈશ્વિક બજારમાં ભાવ આશરે અડધા ટકા તૂટી 23 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં પણ અડધા ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 26, 2023 પર 1:43 PM
કમોડિટી લાઇવ: ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $93ની નીચે, મજબૂત ડૉલરથી સોના-ચાંદીમાં દબાણકમોડિટી લાઇવ: ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $93ની નીચે, મજબૂત ડૉલરથી સોના-ચાંદીમાં દબાણ
કેન્દ્ર સરકારે કઠોળના ઉત્પાદન અને ભાવને લઈ ચિંતા વધવાથી તુવેર અને અડદના પાકની સ્ટોક લિમિટમાં ઘટાડો કર્યો છે.

USમાં વધુ એકવાર વ્યાજ દર વધવાની આશંકાએ ક્રૂડની કિંમતોમાં ઉપલા સ્તરેથી દબાણ બન્યું, જ્યાં બ્રેન્ટના ભાવ 93 ડૉલરની નીચે આવ્યા, તો NYMEX ક્રૂડમાં પણ અડધા ટકાથી વધુની નરમાશ રહી, સાથે જ સ્થાનિક બજારમાં પણ દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાથી વધુની તેજી સાથે 218ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

ડૉલર ઇન્ડેક્સમાં આવેલી મજબૂતીના પગલે સોનાની ચમક ઘટતા COMEX પર સોનું 1914 ડૉલરની પણ નીચે પહોંચ્યું, તો સ્થાનિક બજારમાં પણ નેગેટીવ કામકાજ જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, ડૉલર ઇન્ડેક્સ વધીને 10 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચ્યો સાથે જ US બોન્ડ યીલ્ડમાં પણ તેજી જોવા મળી, તો USમાં વધુ એકવાર ફેડ 25 bpsનો વ્યાજ દર વધારો કરે તેવી આશંકાએ સોનામાં દબાણ વધતું દેખાઈ રહ્યું છે.

સોનાને પગલે ચાંદીમાં પણ નરમાશ આવતા વૈશ્વિક બજારમાં ભાવ આશરે અડધા ટકા તૂટી 23 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં પણ અડધા ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. અહીં ઇન્ડસ્ટ્રીયલ મેટલ તરફથી પણ ઓછી માગના કારણે કિંમતો તૂટતી દેખાઈ.

બધા સમાચાર

+ વધુુ વાંચો