Get App

કોમોડિટી લાઈવ: ક્રૂડમાં દબાણ, બ્રેન્ટના ભાવ $82 પાસે, બેઝ મેટલ્સનો મુડ બગડ્યો

ક્રૂડમાં આવી વેચવાલી. બ્રેન્ટની કિંમતો 82 ડૉલર પાસે પહોંચી. તો nymexમાં પણ દબાણ આવ્યું. સ્થાનિક બજારમાં ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ થઈ રહ્યુ છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 28, 2024 પર 1:58 PM
કોમોડિટી લાઈવ: ક્રૂડમાં દબાણ, બ્રેન્ટના ભાવ $82 પાસે, બેઝ મેટલ્સનો મુડ બગડ્યોકોમોડિટી લાઈવ: ક્રૂડમાં દબાણ, બ્રેન્ટના ભાવ $82 પાસે, બેઝ મેટલ્સનો મુડ બગડ્યો
સોના-ચાંદીમાં આવી નરમાશ. સોનાની કિંમતો 2030 ડૉલર પાસે પહોંચી. તો ચાંદી 22 ડૉલર પર યથાવત્.

સોનાની કિંમતોમાં નરમાશ આવતી જોવા મળી રહી છે. જ્યાં વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો 2030 ડૉલર પાસે પહોંચતી જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં પણ દબાણ બની રહ્યું છે. ઉલ્લેખનીય છે ડૉલર ઈન્ડેક્સમાં તેજી આવતી સોનાની કિંમતો પર અસર જોવા મળી રહી છે.

સોનાના પગલે ચાંદીમાં પણ વેચાવાલી આવતી જોવા મળી રહી છે. જ્યાં COMEX પર ચાંદીની કિંમતો 22 ડૉલર પાસે પહોંચતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં પણ લાલ નિશાનમાં કારોબાર જોવા મળી રહ્યો છે.

બેઝ મેટલ્સમાં ઉપરના સ્તરથી દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. જ્યાં LME પર તમામ મેટલ્સમાં લાલા નિશાનમાં કારોબાર આવ્યો. તો સ્થાનિક બજારમાં પણ તમામ મેટલ્સમાં દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે નબળા ડૉલર ઈન્ડેક્સ અને સપ્લાયની ચિંતાને કારણે બેઝ મેટલ્સમાં દબાણ બનતુ જોવા મળી રહ્યું છે.

ક્રૂડ ઓઈલની તેજી પર રોક લાગતી જોવા મળી રહી છે. જ્યાં બ્રેન્ટની કિંમતો 82 ડૉલર પાસે પહોંચતી જોવા મળી રહી છે. તો NYMEX ક્રૂડમાં પણ નબળા ડૉલર ઈન્ડેક્સને કારણે દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. તો સ્થાનિક બજારમાં પણ લાલ નિશાનામાં કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ફેડની રેડ કટની આશા પાછળ ઘકેલાતા પણ ક્રૂડની કિંમતો પર અસર જોવા મળી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો