Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડમાં દબાણ, બ્રેન્ટના ભાવ $83 પાસે, સોના-ચાંદીનો ફ્લેટ કારોબાર

સોના-ચાંદીમાં સુસ્તી સાથેનો માહોલ જોવા મળ્યો. જ્યાં COMEX પર સોનું 2035 ડૉલરના સ્તર પર. તો ચાંદી 22 ડૉલર પર યથાવત્. સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર.

MoneyControl Newsઅપડેટેડ Feb 29, 2024 પર 11:41 AM
કોમોડિટી લાઇવ: ક્રૂડમાં દબાણ, બ્રેન્ટના ભાવ $83 પાસે, સોના-ચાંદીનો ફ્લેટ કારોબારકોમોડિટી લાઇવ: ક્રૂડમાં દબાણ, બ્રેન્ટના ભાવ $83 પાસે, સોના-ચાંદીનો ફ્લેટ કારોબાર
ક્રૂડમાં ફરી આવી વેચવાલી. બ્રેન્ટની કિંમતો 83 ડૉલર પાસે. તો NYMEX અને સ્થાનિક બજારમાં મામૂલી દબાણ.

સોનામાં સુસ્તી સાથેનો કારોબાર જોવા મળ્યો. જ્યાં વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો 2036 ડૉલર પાસે જોવા મળી. તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટુ પોઝીટિવ કારોબાર જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે us અર્થતંત્રના ડેટા પહેલા સોનામાં સુસ્તી જોવા મળી રહી છે. જ્યારે નબળા ડૉલર ઈન્ડેક્સે પણ સોનાની કિંમતોને સપોર્ટ આપ્યો છે.

ચાંદીની કિંમતોમા પણ તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતો 23 ડૉલર પર યથાવત્ જોવા મળી રહી છે.

ત્યારે નબળા ડૉલર ઈન્ડેક્સ અને ચાઈનામાં અર્થતંત્ર સુધરવાની આશાએ બેઝ મેટલ્સમાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં lme પર તમામ મેટલ્સ લીલા નિશાનમાં કારોબાર કરતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં પણ લગભગ તમામ મેટલ્સમાં ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર જોવા મળ્યો.

ક્રૂડમાં રાતોરાત બે ટકા નું દબાણ બનતુ જોવા મળ્યું. જ્યાં બ્રેન્ટની કિંમતો 83 ડૉલર પાસે કારોબાર કરતુ જોવા મળ્યું. તો nymex ક્રૂડમાં પણ ઈન્વેન્ટરી વધતા દબામ બનતુ જોવા મળ્યું. સ્થાનિક બજારમાં પણ વેચવાલી સાથેનો કારોબાર.

બધા સમાચાર

+ વધુુ વાંચો