Get App

કોમોડિટી લાઈવ: ક્રૂડમાં રેન્જબાઉન્ડ કારોબાર, સોના-ચાંદીની ચમકમાં ઘટાડો

ચાઈનામાં નવા ઘરોની કિંમત ઘટીને 9 મહિનાના નીચલા સ્તરે પહોંચી. ઓક્ટોબર-ડિસેમ્બરમાં ચાઈનાનું GDP 4.9%થી વધી 5.2% પર છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 17, 2024 પર 12:04 PM
કોમોડિટી લાઈવ: ક્રૂડમાં રેન્જબાઉન્ડ કારોબાર, સોના-ચાંદીની ચમકમાં ઘટાડોકોમોડિટી લાઈવ: ક્રૂડમાં રેન્જબાઉન્ડ કારોબાર, સોના-ચાંદીની ચમકમાં ઘટાડો
ક્રૂડમાં આજે રેન્જબાઉન્ડ કારોબાર, બ્રેન્ટના ભાવ 78 ડૉલરની નીચે આવ્યા, વેસ્ટ એશિયાના તણાવ વધતા કિંમતો પર અસર રહેશે.

મજબૂત ડૉલરના કારણે સોનાની ચમક ઘટતા comex પર ભાવ 2024 ડૉલરના સ્તરની પાસે રહ્યા, તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ નેગેટીવ કામકાજ જોવા મળી રહ્યું છે. વ્યાજ દરોમાં કાપ પર અનિશ્ચિતતાના કારણે અને વેસ્ટ એશિયામાં તણાવ વધતા રાતોરાત સોનાની કિંમતોમાં ઉપલા સ્તરેથી 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો.

ચાંદીમાં પણ નરમાશ વધતા વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની પણ નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં લગભગ પા ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

બેઝ મેટલ્સમાં પણ મંદી જોવા મળી, જ્યાં ચાઈનાના ઓક્ટોબર-ડિસેમ્બરના GDP આંકડા અનુમાન કરતા નબળા આવતા અને ડૉલર ઇન્ડેક્સની મજબૂતીની અસર રહેતા મેટલ્સની કિંમતો ઘટી, શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં સૌથી વધુ નરમાશ ઝિંકમાં જોવા મળી હતી.

બેઝ મેટલ્સમાં કારોબાર

બધા સમાચાર

+ વધુુ વાંચો