Get App

કોમોડિટી લાઈવ: સોના-ચાંદીમાં રેન્જબાઉન્ડ કારોબાર, 2 દિવસના ઘટાડા બાદ ક્રૂડમાં રિકવરી

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં 1 ટકાથી વધુનો ઘટાડો આવતા કિંમતો 266ના સ્તરની આસપાસ પહોંચતી દેખાઈ.

MoneyControl Newsઅપડેટેડ Jan 10, 2024 પર 12:12 PM
કોમોડિટી લાઈવ: સોના-ચાંદીમાં રેન્જબાઉન્ડ કારોબાર, 2 દિવસના ઘટાડા બાદ ક્રૂડમાં રિકવરીકોમોડિટી લાઈવ: સોના-ચાંદીમાં રેન્જબાઉન્ડ કારોબાર, 2 દિવસના ઘટાડા બાદ ક્રૂડમાં રિકવરી
2 દિવસની નરમાશ બાદ ક્રૂડમાં આવી રિકવરી, બ્રેન્ટના ભાવ 2% વધી 77 ડૉલરને પાર પહોંચ્યા, લિબીયા અને વેસ્ટ એશિયામાં તણાવ ના કારણે કિંમતો પર અસર.

US મોંઘવારીના આંકડા પહેલા સોનામાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી, જ્યાં COMEX પર 2030 ડૉલરની ઉપર કારોબાર રહ્યો, તો સ્થાનિક બજારમાં 62,230ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. આ સાથે જ US ડૉલર ઇન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં આવેલી સ્થિરતાના કારણે પણ સોનાની કિંમતો પર અસર દેખાઈ રહી છે.

પણ ચાંદીમાં દબાણ રહેતા વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની નીચે આવ્યા, જોકે સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ પોઝિટીવ સંકેતો સાથે કારોબાર થઈ રહ્યો છે.

ચાઈના તરફથી માગ વધતા lme પર કોપરમાં મજબૂતી જોવા મળી, વાસ્તવમાં People's Bank of Chinaએ મોનેટરી પૉલિસી હળવી કરતા મેટલ્સની કિંમતોને સપોર્ટ મળતો દેખાયો, સ્થાનિક બજારમાં પણ કોપર અને લેડમાં નીચલા સ્તરેથી સુધારો જોવા મળ્યો છે. જોકે વધુ સપ્લાયની આશાએ એલ્યુમિનિયમમાં ફ્લેટ કામકાજ રહ્યું.

લિબીયામાં રાજકિય તણાવ યથાવત્ રહેતા અને વેસ્ટ એશિયામાં તણાવના કારણે ક્રૂડની કિંમતોને ફરી સપોર્ટ મળતા બ્રેન્ટના ભાવ 77 ડૉલરની ઉપર પહોંચતા દેખાયા, તો nymex ક્રૂડમાં 72 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો