Get App

કમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નીચલા સ્તરેથી રિકવરી, ક્રૂડમાં ઉપલા સ્તરેથી મામુલી દબાણ

સોના-ચાંદીની કિંમતોમાં વોલેટાલિટી, COMEX પર સોનું 1929 ડૉલરના સ્તરની પાસે રહ્યું, ચાંદી પણ 23 ડૉલરની ઉપર, US ફેડ વ્યાજ દરમાં વધારો નહીં કરે તેવી આશંકાએ કિંમતોને મળ્યો સપોર્ટ.

MoneyControl Newsઅપડેટેડ Sep 20, 2023 પર 12:06 PM
કમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નીચલા સ્તરેથી રિકવરી, ક્રૂડમાં ઉપલા સ્તરેથી મામુલી દબાણકમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નીચલા સ્તરેથી રિકવરી, ક્રૂડમાં ઉપલા સ્તરેથી મામુલી દબાણ
10 મહિનાના ઉપલા સ્તરેથી ક્રૂડની કિંમતો ઘટી, તેમ છતા બ્રેન્ટમાં 93 ડૉલરની ઉપર કારોબાર, USનું ઓઈલ આઉટપુટ ઘટવાની આશંકાએ કિંમતો ઘટી, પણ સપ્લાય ચિંતાના કારણે સપોર્ટ મળી રહ્યો છે.

ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉપલા સ્તરેથી દબાણ બન્યું, જ્યાં બ્રેન્ટમાં 94 ડૉલરની નીચે કારોબાર રહ્યો, તો nymex ક્રૂડમાં 91 ડૉલરની નીચે કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. USમાં ઇન્વેન્ટરી ઘટી હોવા છતા ક્રૂડમાં દબાણ બની રહ્યું છે.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં 3 ટકાના ઘટાડા સાથે 229ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

બોન્ડ યીલ્ડમાં ઉછાળો આવતા સોનાની કિંમતોમાં દબાણ રહ્યું, પણ સેન્ટ્રલ બેન્ક અને US ફેડની બેઠકના નિર્ણય પહેલા થોડી ઘણી પોઝિટીવ મૂવમેન્ટ પણ જોવા મળી રહી છે. આમ COMEX પર ફ્લેટ ટૂ નેગેટીવ કામકાજ સાથે 1930 ડૉલરના સ્તરની પાસે સોનામાં કારોબાર થઈ રહ્યો છે, જ્યારે સ્થાનિક બજારમાં 59,204ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી જોવા મળી રહી છે.

ચાંદીમાં પણ દબાણ જોવા મળતા વૈશ્વિક બજારમાં ભાવ આશરે અડધા ટકા તૂટીને 23 ડૉલરની પાસે પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં પણ આશરે અડધા ટકાની નરમાશ જોવા મળી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો