રશિયાએ ડીઝલ અને ગેસોલિન ઉત્પાદકોના એક્સપોર્ટ પર અનિશ્ચિત કાળ માટે પ્રતિબંધ લગાવ્યા છે, પોતાની સ્થાનિક માગને પહોંચી વળવા રશિયાએ એક્સપોર્ટ રોક્યો છે, તો બીજી તરફ USમાં પણ ઓઈલની ઇન્વેન્ટરીમાં ઘટાડો જોવા મળ્યો છે, આ બધા કારણોથી ક્રૂડમાં નીચલા સ્તરેથી રિકવરી આવી જેમાં બ્રેન્ટ 94 ડૉલરની ઉપર પહોંચ્યું, તો NYMEX ક્રૂડમાં 1 ટકાની તેજી સાથે 91 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે, આ સાથે જ સ્થાનિક બજારમાં પણ અડધા ટકાની મજબૂતી દેખાઈ. ઉલ્લેખનિય છે કે, જૂનના અંત બાદથી ક્રૂડની કિંમતો આશરે 25% વધતી દેખાઈ ચુકી છે.