ફેડ તરફથી વ્યાજ દર ન વધવાની આશંકા અને સાઉદી અને રશિયા દ્વારા ઉત્પાદન કાપના નિર્ણય પર યથાવત્ રહેવાના સમાચાર બાદ ક્રૂડમાં નીચલા સ્તરેથી સુધારો નોંધાયો, જ્યાં બ્રેન્ટના ભાવ 85 ડૉલરની ઉપર પહોંચ્યા, nymex ક્રૂડમાં પણ આશરે અડધા ટકાથી વધુની તેજી સાથે 81 ડૉલરની પાસે કારોબાર નોંધાયો, ઉલ્લેખનિય છે કે ગત સપ્તાહે ક્રૂડની કિંમતોમાં 6%નો ઘટાડો જોવા મળ્યો હતો.