ગઈકાલના ઉપલા સ્તરેથી સોનાની ચમક ઘટતા COMEX પર સોનું 2048 ડૉલરના સ્તરની પાસે આવ્યું, તો સ્થાનિક બજારમાં 62,475ના સ્તરની આસપાસ નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે.
ગઈકાલના ઉપલા સ્તરેથી સોનાની ચમક ઘટતા COMEX પર સોનું 2048 ડૉલરના સ્તરની પાસે આવ્યું, તો સ્થાનિક બજારમાં 62,475ના સ્તરની આસપાસ નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે.
ચાંદીમાં પણ દબાણ સાથે વૈશ્વિક બજારમાં આશરે અડધા ટકાની નરમાશ સાથે 23 ડૉલરની પાસે કારોબાર રહ્યો, પણ સ્થાનિક બજારમાં સતત દબાણ બનતી જોવા મળી.
ડૉલર ઇન્ડેક્સમાં દબાણ આવતા મેટલ્સની કિંમતોમાં ફરી નરમાશ જોવા મળી, જ્યાં સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં ઘટાડા સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.
કોપરમાં કારોબાર
2024માં હાલ સુધી કિંમતોમાં નેગેટીવિટી જોવા મળી. મજબૂત ડૉલરના કારણે કિંમતો પર દબાણ છે. ચાઈનાની સેન્ટ્રલ બેન્ક પોલિસી પર ફોકસ રહેશે.
ઝિંકમાં કારોબાર
કિંમતો વધીને 2 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી. નાયસ્ટારએ ડચ પ્લાન્ટમાં ઝિંક સ્મેલ્ટીંગ રદ્દ કરી. ડચ પ્લાન્ટની કેપેસિટી 3,15,000 ટન પ્રતિ વર્ષની છે.
મિડલ ઇસ્ટમાં તણાવ વધતા સપ્લાય ઘટવાની આશંકાએ ક્રૂડની કિંમતોમાં ફરી તેજી જોવા મળી, જ્યાં બ્રેન્ટના ભાવ 78 ડૉલરની ઉપર પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં 72 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો, બજારની નજર હવે OPECની બેઠક પર બનેલી છે.
ચાઈના મધ્યમગાળે લેન્ડિંગ રેટમાં કાપ કરી શકે. ચાઈનાના Q4 GDP અને રિટેલ આંકડાઓ પર ફોકસ કરશે. 2023માં ચાઈનાનું ઓઈલ ઇમ્પોર્ટ રેકોર્ડ હાઈના સ્તરે પહોંચ્યું.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે અડધા ટકાની તેજી સાથે 256ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો.
એગ્રી કૉમોડિટીના કારોબાર પર નજર કરીએ તો, મસાલા પેકમાં ફરી તેજી જોવા મળી, જ્યાં જીરા, ધાણા અને હળદરમાં એક સારી ખરીદદારી રહી, પણ ગુવારપેકમાં ઉપલા સ્તરેથા ઘટાડો આવતા નાની રેન્જમાં કામકાજ જોવા મળ્યું, આ સાથે જ એરંડામાં પણ ફ્લેટ સંકેતો રહ્યા, પણ કપાસિયા ખોળમાં પા ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો.
ખાદ્ય તેલ પર ફોકસ
ખાદ્ય તેલનું ડ્યૂટી ફ્રી ઇમ્પોર્ટ યથાવત્ રહેશે. સરકારે એક વર્ષ માટે સમય મર્યાદા વધારી છે. માર્ચ 2025 સુધી છૂટ રહેશે. ક્રૂડ પામ, સનફ્લાવર અને સોયા તેલના ઇમ્પોર્ટ પર રાહત રહેશે. માર્ચ 2024એ પૂરી થનારી ઇમ્પોર્ટ ડ્યૂટી પર છુટ છે. દુનિયામાં સૌથી વધારે ખાદ્ય તેલનો ઇમ્પોર્ટ કરે છે ભારત. 17.5%થી ઘટાડી 12.5% કરવામાં આવી હતી ઇમ્પોર્ટ ડ્યૂટી. ગત વર્ષે જૂનમાં થઈ હતી ઇમ્પોર્ટ ડ્યૂટીમાં કાપની ઘોષણા. ઇન્ડોનેશિયા,મલેશિયાથી વધારે પામ ઓઈલનું ઇમ્પોર્ટ થાય છે. આર્જેન્ટીના પાસેથી થાય છે સોયા ઓઈલનું ઇમ્પોર્ટ. સનફ્લાવર ઓઈલનું ઇમ્પોર્ટ યૂક્રેન અને રશિયાથી થાય છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.