Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં વેચવાલી, ક્રૂડમાં દબાણ, બ્રેન્ટના ભાવ $82 પાસે

સોનાના પગલે ચાંદીમાં પણ વેચવાલી જોવા મળી રહી છે. જ્યાં ચાંદીની કિંમતો 22 ડૉલર પાસે પહોંચતી જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં પા ટકાની વેચવાલી જોવા મળી રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 14, 2024 પર 11:10 AM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં વેચવાલી, ક્રૂડમાં દબાણ, બ્રેન્ટના ભાવ $82 પાસેકોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં વેચવાલી, ક્રૂડમાં દબાણ, બ્રેન્ટના ભાવ $82 પાસે
US CPI બાદ ક્રૂડમાં ઉપરના સ્તરેથી દબાણ આવ્યુ. બ્રેન્ટની કિંમતો 82 ડૉલર પાસે જોવા મળી. સ્થાનિક બજારમાં પણ વેચવાલી દેખાય છે.

US CPI અનુમાનથી વધુ આવતા સોનામાં વેચવાલી આવતી જોવા મળી રહી છે. જ્યાં COMEX પર રાતોરાત સોનાની કિંમતો 2000 ડૉલર નીચે પહોંચતી જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ડૉલર ઈન્ડેક્સમાં ઉછાળો આવતા સોનાની કિંમતો પર અસર જોવા મળી રહી છે.

સોનાના પગલે ચાંદીમાં પણ વેચવાલી જોવા મળી રહી છે. જ્યાં ચાંદીની કિંમતો 22 ડૉલર પાસે પહોંચતી જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં પા ટકાની વેચવાલી જોવા મળી રહી છે.

બેઝ મેટલ્સમાં પણ વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યાં LME પર તમામ મેટલ્સમાં વેચવાલી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ડૉલર ઈન્ડેક્સમાં 3 મહિનાની ઉંચી સપાટી પર હોવાથી બેઝ મેટલ્સની કિંમતો પર અસર જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં પણ ઉપરના સ્તરેથી દબાણ બનતુ જોવા મળી રહ્યું છે.

ક્રૂડ ઓઈલ તરફથી પણ નેગેટીવ સંકેતો મળી રહ્યા છે. વધતા ડૉલર ઈન્ડેક્સને કારણે બ્રેન્ટની કિંમતો 82 ડૉલર પાસે પહોંચતી જોવા મળી. તો ગત સપ્તાહે અપેક્ષા કરતા NYMEXનો સ્કોટ વધુ હોવાથી NYMEXમાં પણ વેચવાલી આવતી જોવા મળી. સ્થાનિક બજારમાં પણ અડધા ટકાની વેચવાલી આવતી જોવા મળી.

બધા સમાચાર

+ વધુુ વાંચો