ક્રૂડ ઓઇલમાં રાતોરાત 4% જેટલો મોટો ઘટાડો નોંધાયો. ક્રૂડ 6 મહિનાના નિચલા સ્તરોની આસપાસ કારોબાર કરી રહ્યું છે. ઇન્વેન્ટરીમાં વધારો, ઓપેક દ્વારા પ્રોડક્શન કટ પર આશંકાઓ તેમજ માગની ચિંતાએ ક્રૂડમાં ઘટાડો નોંધાયો છે અને કાલના મોટા ઘટાડા બાદ આજે ક્રૂડમાં થોડા શોર્ટ કવરિંગની કોશિષ લાગી રહી છે.