Get App

કમોડિટી લાઇવ: ક્રૂડમાં વોલેટાઈલ કારોબાર, સોના-ચાંદીની ચમક ઘટી

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે 1 ટકાની મજબૂતી સાથે 218ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યા, USમાં પણ નેચરલ ગેસનો સ્ટોક 16 bcfથી વધ્યો.

MoneyControl Newsઅપડેટેડ Aug 01, 2023 પર 12:43 PM
કમોડિટી લાઇવ: ક્રૂડમાં વોલેટાઈલ કારોબાર, સોના-ચાંદીની ચમક ઘટીકમોડિટી લાઇવ: ક્રૂડમાં વોલેટાઈલ કારોબાર, સોના-ચાંદીની ચમક ઘટી
સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ નેગેટીવ સંકેતો સાથે 59,254ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ રહ્યો છે.

સેફ હેવન માગ ઓછી થતા સોનામાં ઉપલા સ્તરેથી દબાણ આવ્યું, જ્યાં COMEX પર સોનું 1954 ડૉલરના સ્તરની નીચે આવ્યું, તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ નેગેટીવ સંકેતો સાથે 59,254ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ રહ્યો છે. ઉલ્લેખનિય છે કે 5 સપ્તાહમાં સોનાનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું છે.

ચાંદીમાં પણ દબાણ રહેતા વૈશ્વિક બજારમાં આશરે અડધા ટકાથી વધુના દબાણ સાથે 25 ડૉલરની ઘણી નીચે કારોબાર જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ નેગેટીવ સંકેતો સાથે 73,862ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી જોવા મળી રહી છે.

US અર્થતંત્રના આંકડાઓ પહેલા બેઝ મેટલ્સમાં મજબૂતી જોવા મળી રહી છે, અહીં LME સાથે સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં નીચલા સ્તરેથી સુધારો જોવા મળી રહ્યો છે.

સતત 5માં સપ્તાહે ક્રૂડ ઓઈલમાં તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો, જ્યાં બ્રેન્ટમાં 84 ડૉલરની ઉપર કિંમતો રહી, પણ NYMEX ક્રૂડમાં અડધા ટકાથી વધુના દબાણ સાથે 81 ડૉલરની નીચે કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે જુલાઈમાં ચાઈનાની મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી નબળી પડતા કિંમતો પર દબાણ બન્યું, પણ બીજી તરફ વ્યાજ દરમાં વધારો અને સપ્લાય ચિંતાના કારણે કિંમતોને સપોર્ટ પણ મળી રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો