Get App

કમોડિટી લાઈવ: સોના-ચાંદીમાં વોલેટાઈલ કારોબાર, માગ વધવાની આશાએ ક્રૂડમાં તેજી

OPECને કાચા તેલની માગ વધવાની આશા છે. 2023માં માગ 90000 BPD વધવાની આશા છે. 2024માં માગ 24.4 BPD વધવાની આશા છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 19, 2023 પર 12:59 PM
કમોડિટી લાઈવ: સોના-ચાંદીમાં વોલેટાઈલ કારોબાર, માગ વધવાની આશાએ ક્રૂડમાં તેજીકમોડિટી લાઈવ: સોના-ચાંદીમાં વોલેટાઈલ કારોબાર, માગ વધવાની આશાએ ક્રૂડમાં તેજી
રાતોરાત કિંમતો 2 ટકા વધી. US ઇન્વેન્ટરી 1 મિલિયન bblથી ઘટવાની આશંકા છે. રાતોરાત US નેચરલ ગેસની કિંમતો 5% વધી. ડૉલર ઇન્ડેક્સ 15 મહિનાના નીચલા સ્તરે છે.

ડૉલર ઇન્ડેક્સમાં રિકવરી આવતા સોનામાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો, અહીં comex પર ભાવ 1970 ડૉલરની આસપાસ રહ્યા, તો સ્થાનિક બજારમાં 59,757 રૂપિયાના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે.

સોનાની ચમક વધી

કિંમતો વધીને 7 સપ્તાહના ઉપલા સ્તરની પાસે પહોંચી. COMEX પર 1970 ડૉલરને પાર સોનાનો ભાવ નિકળ્યો. સોનું 1 દિવસમાં 1.25%થી વધારે વધ્યું. સપ્ટેમ્બર મહિનાથી ECB દ્વારા વ્યાજ દરમાં વધારો અટકવાની આશા છે. કેનેડામાં મોંઘવારી રેન્જ માર્ચ 2021 બાદથી પહેલીવાર ઘટ્યા.

ચાંદીમાં પણ રિકવરી જોવા મળી હતી, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 25 ડૉલરની પાસે રહ્યા, તો સ્થાનિક બજારમાં 76,155 રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર નોંધાઈ રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો