Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં નબળા સાથે કારોબાર

સ્થાનિક બજારમાં કિંમતો અડધા ટકાની દબાણ સાથે 226 આસપાસ પહોંચતી જોવા મળી છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 06, 2023 પર 6:12 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં નબળા સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં નબળા સાથે કારોબાર

તો સોનાની ચમક આજે વધી. ડૉલરમાં નરમાશના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો. નજર કરીએ કિમત પર તો કોમેક્સ પર ભાવ 2040 પ્રતિ ઔંસના સ્તર પર છે તો સ્થાનિક બજારમાં પણ 62300ની નજીક કિંમતો જોવા મળી. ઉલ્લેખનિય છે કે યૂએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કાપની બજારની અપેક્ષાના કારણે પણ સોનાની કિંમતને સપોર્ટ મળ્યો છે.

ત્યારે ચાંદીમાં ઉપના સ્તરેથી દબાણ બનતું જોવા મળી રહી છે. જ્યાં કોમેક્સ પર પા ટકાના દબાણ સાથે કિંમતો 24 ડૉલર આસપાસ પહોંચતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ કારોબાર જોવા મળ્યો છે.

ક્રૂડ ઓઇલમાં દબાણ વધતુ દેખાયુ. લગભગ 5 મહિનાના નિચલા સ્તરોની આસપાસ પહોચી કિંમતો. 78 ડોલરની નીચે બ્રેન્ટની કિંમતો પહોચી તો WTI ક્રૂડ 73 ડોલરની નીચે. ડોલર ઇન્ડેકસ બે સપ્તાહના ઉપલા સ્તરોની આસપાસ સાથે જ યુએસ ઇન્વેન્ટરીમાં વધારાની અસર કિંમતો પર દેખાઇ રહી છે. વધુ એક નોંધનીય બાબત એ પણ છે કે સાઉદી અરબે એશિયા માટે જાન્યુઆરી માટે ક્રૂડની કિંમતોમાં ઘટાડો કર્યો છે.

સ્થાનિક બજારમાં કિંમતો અડધા ટકાની દબાણ સાથે 226 આસપાસ પહોંચતી જોવા મળી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો