Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નરમાશ સાથે કારોબાર, ક્રૂડમાં તેજી સાથે કારોબાર

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં વેચવાલી આવતી જોવા મળી રહી છે. જ્યાં નેચરલ ગેસની કિંમતો દોઢ ટકાના દબાણ સાથે 148 પર પહોંચતી જોવા મળી.

MoneyControl Newsઅપડેટેડ Feb 13, 2024 પર 6:40 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નરમાશ સાથે કારોબાર, ક્રૂડમાં તેજી સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નરમાશ સાથે કારોબાર, ક્રૂડમાં તેજી સાથે કારોબાર

સોનાની વાત કરીએ તો. સોનામાં સુસ્તી સાથેનો માહોલ જોવા મળ્યો. જ્યાં વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો 2048 ડૉલર પાસે પહોંચતી જોવા મળી. તો એમસીએક્સ ખુલ્યા બાદ સોનામાં મામૂલી તેજી સાથે કારોબાર જોવા મળ્યો.

ચાંદીમાં સારી તેજી સાથે કારોબાર જોવા મળ્યો. જ્યાં કોમેક્સ પર ચાંદીની કિંમતો 23 ડૉલરને પાર જતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં લગભગ પોણા ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો.

ક્રૂડ ઓઈલમાં પણ તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. જ્યાં બ્રેન્ટની કિંમતો 82 ડૉલરને પાર જતી જોવા મળી. ભૈગોલિક તણાવને અને સપ્લાયની ચિંતાને લઈ NYMEXમાં લગભગ એક ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. તો સ્થાનિક બજારમાં પણ એક ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં વેચવાલી આવતી જોવા મળી રહી છે. જ્યાં નેચરલ ગેસની કિંમતો દોઢ ટકાના દબાણ સાથે 148 પર પહોંચતી જોવા મળી.

બધા સમાચાર

+ વધુુ વાંચો