Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં ઉતાર-ચઢાવ સાથે કારોબાર

સ્થાનિક બજારમાં એક ટકાની નરમાશ સાથે કિંમતો 144 આસપાસ પહોચતી જોવા મળી.

MoneyControl Newsઅપડેટેડ Feb 27, 2024 પર 6:33 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં ઉતાર-ચઢાવ સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં ઉતાર-ચઢાવ સાથે કારોબાર

સોનામાં રિકવરી સાથેનો કારોબાર જોવા મળ્યો. જ્યાં કોમેક્સ પર સોનાની કિંમતો 2036 ડૉલર પાસે પહોંચતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં પણ પા ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે નબળા ડૉલર ઈન્ડેક્સ અને યૂએસ રેટ કટ મેના બદલે જૂનમાં થવાની આશાએ સોનાની કિંમતોને સપોર્ટ મળ્યો. તો હવે બજારની નજરા યૂએસના આવનાર ઈન્ફેલસન ડેટા પર રહેશે.

ચાંદીમાં પણ ફ્લેટ ટુ પોઝીટીવ કારોબાર જોવા મળ્યો. જ્યાં વૈશ્વિક બજારમાં 22 ડૉલર પાસે કારોબાર યથાવત્ જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો.

ક્રૂડ ઓઈલમાં ઉતાર-ચઢાવનો કારોબાર જોવા મળ્યો. જ્યાં શરૂઆતી કારોબારની તેજી પર રોક લાગતી જોવા મળી. બ્રેન્ટની કિંમતો 82 ડૉલર પાસે યથાવત્ રહી. તો NYMEXનો કારોબાર ફ્લેટ ટુ નેગેટિવ તરફ આગળ વધ્યો. જ્યારે સ્થાનિક બજારમાં પોણા ટકાની વેચવાલી જોવા મળી.

સ્થાનિક બજારમાં એક ટકાની નરમાશ સાથે કિંમતો 144 આસપાસ પહોચતી જોવા મળી.

બધા સમાચાર

+ વધુુ વાંચો