Get App

કોમોડિટી રિપોર્ટ: ભારતમાં ઘટ્યો રવિ પાકનો વાવેતર વિસ્તાર

ગુજરાતની વાત કરીએ જીરાનો વાવેતર વિસ્તાર માતબર પ્રમાણમાં વધ્યો બાકી તમામ રવિપાકોના વાવેતર વિસ્તારમાં ઘટાડો.

MoneyControl Newsઅપડેટેડ Dec 22, 2023 પર 1:48 PM
કોમોડિટી રિપોર્ટ: ભારતમાં ઘટ્યો રવિ પાકનો વાવેતર વિસ્તારકોમોડિટી રિપોર્ટ: ભારતમાં ઘટ્યો રવિ પાકનો વાવેતર વિસ્તાર

ભારતમાં રવી પાકની વાવણી અત્યાર સુધી વર્ષ દર વર્ષ ધોરણે ઓછી થઇ રહી છે, જેમાથી મુખ્ય અનાજ જેવા કે ઘઉ, ચોખા, દાળો તમામનો વાવેતર ઘટયુ તો ઓઇલ સીડના વાવેતરમાં સામાન્ય વધારો. ગુજરાતની વાત કરીએ જીરાનો વાવેતર વિસ્તાર માતબર પ્રમાણમાં વધ્યો બાકી તમામ રવિપાકોના વાવેતર વિસ્તારમાં ઘટાડો. શુ છે આના કારણો, આગળ કેવી રહેશે તેની કિંમતો તેમજ સરકારના મોંઘવારી થામવાના પગલાની કેવી રહેશે અસર આ તમામ અંગે આપણે વાત કરીશુ.

ભારતમાં રવિ પાકની વાવણી

ભારતમાં રવિ પાકના વાવેતરમાં ઘટાડો થયો છે. હાલ સુધીમાં 55.7 મિલિયન હેક્ટરમાં વાવેતર થયું છે. રવિ પાકની વાવણી YoY ધોરણે 5 ટકા ઓછી થાય છે. ઘઉંની વાવણીમાં 6 ટકાનો ઘટાડો થયો છે. ઘઉંની વાવણી 27.4 મિલિયન હેક્ટરમાં થઈ છે. ડાંગરની વાવણી 1.2 મિલિયન હેક્ટર જે વાર્ષિક ધોરણે 10 ટકા ઓછી છે. કઠોળની વાવણી 8 ટકાના ઘટાડા સાથે 12.9 મિલિયન હેક્ટરમાં થઈ છે.

ચણાની વાવણી 8.8 મિલિયન હેક્ટર હતી, જે વાર્ષિક ધોરણે 10 ટકા ઓછી છે. મકાઈનો વાવેતર વિસ્તાર આશરે 1.5 મિલિયન હેક્ટર નોંધાયો છે. તેલીબિયાના વાવેતર વિસ્તારમાં 1 ટકાનો વધારો નોંધાયો છે. તેલીબિયાનું વાવેતર 9.9 મિલિયન હેક્ટરમાં થયું છે. સરસવના વાવેતર વિસ્તારમાં 3 ટકાનો ઘટાડો થયો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો