આ સપ્તાહે ભૌગોલિક તણાવોની અસર નોન એગ્રી કૉમોડિટીના કારોબાર પર રહેતી દેખાઈ, જ્યાં ક્રૂડ ઓઈલ 100 ડૉલરના સ્તર તરફ આગળ વધી રહ્યું છે, તો સોના-ચાંદીને સેફ હેવન બાઈંગનો સપોર્ટ મળી રહ્યો છે. પણ બેઝ મેટલ્સમાં હજી પણ સુસ્તી દેખાઈ રહી છે. મુખ્યવે ઇઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ક્રૂડમાં સપ્લાય વિક્ષેપનો ભય બની રહ્યો છે, તો સોના-ચાંદીમાં રોકાણ વધી રહ્યું છે, આવામાં માત્ર બેઝ મેટલ્સનું પ્રદર્શન સુધરતું નથી દેખાયું. અહીં ઇન્વેન્ટરીમાં વધારા સામે ઓછી માગની સ્થિતીએ કિંમતો હજી પણ નાની રેન્જમાં છે. આવામાં હવે તહેવારી સિઝન શરૂ થતા આ કૉમોડિટીમાં કેવા કારોબાર જોવા મળશે, કઈ કૉમોડિટી પર ફોકસ રાખવું અને ક્યાં છે નીચલા સ્તરે ખરીદી કરવાની તક.