આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટીમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા, જ્યાં ગત સપ્તાહે ક્રૂડની કિંમતો લગભગ 20% વધતી દેખાઈ હતી, પણ આ સપ્તાહના અંતે ઉપલા સ્તરેથી નફાવસુલી અને માગ ઘટવાની ચિંતાએ કિંમતો ઘટી અને બ્રેન્ટમાં ફરી 85 ડૉલરની નીચે કારોબાર નોંધાયો, સાથે જ ડૉલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી યીલ્ડમાં વધારાથી સોના-ચાંદીની ચમક પણ દિવસે-દિવસે ફીકી પડતી દેખાઈ રહી છે, તો બેઝ મેટલ્સમાં પણ સમગ્ર સપ્તાહ દરમિયાન દબાણ સાથે નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો છે.