આ સપ્તાહ નોન એગ્રી કૉમોડિટી માટે ઘણું મહત્વનું રહ્યું, ઘણા બધા ગ્લોબલ ડેટાઓની અસર કૉમોડિટીની કિંમતો પર જોવા મળી, જ્યાં ક્રૂડ ઓઈલ 100 ડૉલર સુધી આગળ વધી રહ્યું છે, પણ સોના-ચાંદીમાં નવા નીચલા સ્તર બનતા દેખાયા, તો બેઝ મેટલ્સમાં નાની રેન્જમાં કારોબાર યથાવત્ રહેતો દેખાયો, આ બધાનું મુખ્ય કારણ USમાં વ્યાજ દર વધવાનો ડર, US બોન્ડ યીલ્ડમાં આવેલી તોફાની તેજી અને ડૉલર ઇન્ડેક્સમાં આવેલી મજબૂતી છે..આ વર્ષે ફેડ હજી એકવાર 25 bpsનો કાપ કરે તેવા અનુમાનો હાલ બજાર કરી રહ્યું છે, આગળ આની કેટલી અને કેવી અસર કૉમોડિટી પર જોવા મળે છે.