આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટી પર વધુ ફોકસ રહ્યું, કેમ કે US અને ચાઈના તરફથી અમુક નબળા અર્થતંત્રનાં આંકડાઓ આવતા કૉમોડિટીના સેન્ટિમેન્ટ પોઝિટીવ રીતે બદલતા દેખાયા, જ્યાં ક્રૂડ ઓઈલમાં નીચલા સ્તરેથી ખરીદદારી જોવા મળી, તો સોના-ચાંદીમાં પણ મજબૂતીનો ટ્રેન્ડ શરૂ થતો દેખાયો, પણ બેઝ મેટલ્સના ફન્ડામેન્ટલ હજી પણ નબલા લાગી રહ્યા છે. આવામાં હવે આવતા સપ્તાહે નોન એગ્રી કૉમોડિટીની ચાલ કેવી રહેશે? સાના-ચાંદીને ફેસ્ટિવલ સીઝનનો સપોર્ટ મળશે કે નહીં? અને મેટલ્સની મંદી ક્યાં લેવલ્સ પર અટકશે?