આ સપ્તાહે એગ્રી કૉમોડિટી પર ફોકસ વધારે રહ્યું, જ્યાં ઘઉંની તેજી રોકવા સરકાર તરફથી અલગ-અલગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તો ક્યાંક ખરીફ વાવણીની આંકડાઓની અસર કિંમતો પર જોવા મળી છે, આ બધાની વચ્ચે કૉટન માટે આ સપ્તાહે સરકાર દ્વારા નવી જાહેરાત કરવામાં આવી છે કે કૉટનમાં ક્વાલિટી કન્ટ્રોલનું અમલીકરણ 3 મહિના પાછળ લંબાવવામાં આવ્યું, આ બધાની વચ્ચે ગુવાર પેકમાં પણ આ સમગ્ર સપ્તાહ દરમિયાન ઘણી સારી અપર સર્કિટ સાથેની એક્શન જોવા મળી છે. કૉટન પર ક્વાલિટી કન્ટ્રોલના શું છે નવા નિયમો અને આથી શું ફાયદાઓ થશે.