આ સપ્તાહ અને નવા વર્ષની શરૂઆત નોન એગ્રી કૉમોડિટી માટે એક્શન ભરી રહી, જ્યાં વૈશ્વિક પરિબળોની અસર મોટાભાગની કૉમોડિટી પર જોવા મળી, લાલ સમુદ્રમાં તણાવના કારણે ક્રૂડમાં સપ્લાય વિક્ષેપની અસર જોવા મળી, તો USમાં વ્યાજ દરને લઈ અનિશ્ચિતતાના કારણે સોના-ચાંદી અને બેઝ મેટલ્સમાં પણ સુસ્ત કારોબાર જોવા મળ્યો.