Tomato Price : ટામેટાના ભાવ આસમાને છે. સામાન્ય માણસના રસોડામાંથી ટામેટા ગાયબ થઈ ગયા છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે સામાન્ય માણસ માટે મોટી રાહતની જાહેરાત કરી છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ટૂંક સમયમાં નેપાળથી ટામેટાંની આયાત કરવામાં આવશે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે. જ્યારે દેશભરમાં ટામેટાંના ભાવ વિક્રમી સ્તરે રહ્યા છે. નાણામંત્રીએ માહિતી આપી હતી કે નિર્મલા સીતારમણે સંસદમાં જણાવ્યું હતું કે ટામેટાની આયાતનો પહેલો કન્સાઈનમેન્ટ શુક્રવાર સુધીમાં ઉત્તર પ્રદેશના વારાણસી, લખનૌ અને કાનપુર શહેરો સુધી પહોંચે તેવી શક્યતા છે.