દિવાળીથી દિવાળી સોના-ચાંદીમાં પોઝિટીવ રિટર્ન મળ્યા, જેમાં પણ સોનામાં 23%ના મજબૂત રિટર્ન્સ મળ્યા છે, પણ એનર્જી પેકનું પ્રદર્શન નબળું રહ્યું, તો બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા છે. આ વર્ષે વૈશ્વિક પરિબળોની અસર સમગ્ર નોન એગ્રી કૉમોડિટી પર દેખાઈ હતી. આ સાથે જ ઇન્ડેક્સની વાત કરીએ તો, MCXએ સૌથી સારા 11.3%ના પોઝિટીવ વળતર આપ્યા છે. દિવાળીથી દિવાળી નોન એગ્રી કૉમોડિટીનું પ્રદર્શન કેવું રહ્યું અને આવતી દિવાળી સુધી કઈ કૉમોડિટીમાં સારૂ રિટર્ન્સ મળશે તે અંગે આજે ચર્ચા કરીશું.