Gold Rate 4 January 2024: દેશના બુલિયન માર્કેટમાં આજે ગુરુવારે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં ઘટાડા છતાં મોટાભાગના શહેરોમાં સોનાની કિંમત 63,500 રૂપિયાની ઉપર કારોબાર કરી રહ્યા છે. 22 અને 24 કેરેટ સોનાનો ભાવ 50 રૂપિયાથી ઘટીને 150 રૂપિયા સુધી ઘટ્યો છે. દિલ્હી-એનસીઆર સોનાનો ભાવ 63,970 રૂપિયા પર છે. ચેન્નાઈમાં સોનાનો ભાવ 64,530 રૂપિયા છે. ચાંદીનો ભાવ 78,600 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે.