Gold Rate Today in India: નવરાત્રી દરમિયાન સોનામાં દરરોજ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 62,000 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 56,500 રૂપિયાની ઉપર કારોબાર થઈ રહ્યો છે. તહેવારોની સિઝનની શરૂ થતાવી સાથે સોનાના ભાવમાં વધારો થવા લાગ્યો છે. નવરાત્રીમાં ગોલ્ડ ખરીદવું શુભ માનવામાં આવે છે, આ કારણે છે કે ગોલ્ડની ડિમાન્ડ લોકલ બજારમાં વધી રહી છે. ચાંદીનો ભાવ 74,100 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે.