Gold Rate Today: આજે ગુરુવારે દેશના મોટાભાગના શહેરોમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 10 ગ્રામ સોનાની કિંમત 59,000 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહી છે. 14 ઓગસ્ટની સરખામણીએ આજે સોનાના ભાવમાં 500 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે. આજે દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 59,170 રૂપિયા હતો. જ્યારે ગઈકાલે દિલ્હીમાં સોનાનો ભાવ રૂપિયા59,660 હતો. બીજી તરફ, દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ ગઈ કાલે 54,700 રૂપિયા હતો, જે આજે 54,170 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીના ભાવમાં આજે સુધારો જોવા મળ્યો છે. ગઈ કાલે ચાંદીનો ભાવ રૂપિયા72,800 હતો જે આજે રૂપિયા73,000 પર ટ્રેડ થઈ રહ્યો છે.