Gold Rate Today in India: દેશભરમાં નવરાત્રીનો તહેવાર શરૂ થઈ ગયો છે. નવરાત્રિની સાથે 24 કેરેટ સોનું 60,000 રૂપિયાના સ્તરને પાર કર્યો છે. સોનાની કિંમતમાં વધારો લઈને બજારમાં સોનાની ડિમાન્ડ અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધના કારણે પણ જોવા મળી રહ્યો છે. દેશના તમામ શહેરોમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનાના 22 કેરેટ અને 24 કેરેટ ભાવમાં ગત સપ્તાહ શુક્રવારની સરખામણીમાં આ વખતે સોમવેરે 500 થી 1000 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. 22 કેરેટ ગોલ્ડના રેટ 55,000 રૂપિયા અને 24 કેરેટ ગોલ્ડના રેટ 60,100 રૂપિયાની ઉપર કારોબાર કરી રહ્યા છે. ચાંદીના રેટ 74.100 રપિયા પર ટ્રેડ કરી રહ્યા છે.