Gold Rate Today: સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે સોનાના ભાવ ફ્લેટ રહ્યા હતા. દેશભરમાં 10 ગ્રામ સોનાની કિંમત માત્ર 59,000 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહી છે. આજે દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 59,130 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 54,200 રૂપિયા છે. ચાંદીના ભાવમાં આજે રૂપિયા1,300નો વધારો થયો હતો. આજે ચાંદી રૂપિયા 74,800 પર છે.