Gold Rate Today: સોનાના ભાવ રોજ વધી રહ્યા છે. આજે ચેન્નઈમાં 24 કેરેટ ગોલ્ડ રેટ 64,000 રૂપિયાને પાર કરી ગયો છે. જ્યારે, 22 કેરેટ ગોલ્ડના રેટ ચેન્નઈમાં 58,700 રૂપિયા છે. દિલ્હી એનસીઆરમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાના રેટ 63,530 રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે. ચાંદીના રેટ 79,200 રૂપિયા પર છે. દેશમાં લગ્નની સીઝન શરૂ થઈ ચુકી છે અને ડિમાંડ વધવાના કારણે ગોલ્ડની કિંમતોમાં તેજીનો સમય આવી ગયો છે.