Gold Rate Today: આજે સપ્તાહના બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સોનાના ભાવની ગઈકાલના ભાવ સાથે સરખામણી કરીએ તો આજે તે 200 રૂપિયા ઘટીને 250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. દેશના મોટાભાગના શહેરોમાં સોનાનો ભાવ રૂપિયા 59,700ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. દક્ષિણ ભારતના શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 60,000 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. એક કિલો ચાંદીનો ભાવ 74,800 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીમાં આજે 1000 રૂપિયાનો ઘટાડો થયો છે.