Gold Rate 8th December 2023: આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શુક્રવારે ગોલ્ડની કિંમતોમાં તેજી જોવા મળી છે. 10 ગ્રામ 22 કેરેટ ગોલ્ડની કિંમતમાં 150 થી 250 રૂપિયાની તેજી રહી છે. જ્યારે, 24 કેરેટ ગોલ્ડ રેટમાં 200 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. આજે ગોલ્ડના ભાવ 63,000 રૂપિયાની ઉપર કારોબાર કરી રહ્યા છે. ચાંદીના ભાવ 77000 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યા છે.