દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેન્ક એટલે કે HDFC Bankએ કારોબારી વર્ષ 2023-24ના ત્રીજા ક્વાર્ટર એટલે કે ઓક્ટોબર-ડિસેમ્બરના પરિણામો જાહેર કર્યા છે. ત્રીજા ક્વાર્ટરમાં આ બેન્કનો નફો બજારના અનુમાનથી સારા જોવા મળ્યા છે. જો કે, એડવાન્સિસ સાથે પ્રોવિઝનિંગના આંકડામાં વધારો જોવા મળ્યો છે. પરંતુ, બેન્કનો એનપીએ ક્વાર્ટરના આધરા પર ઘટી છે.