ICICI Securitiesએ ડિસેમ્બર 2023એ સમાપ્ત ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. આ સમયગાળા દરમિયાન કંપનીની આવક અને નફામાં વધારો જોવા મળ્યો છે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જાણકારી આપી છે કે ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો કન્સોલિડેટેડ નફો વધીને 466 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે, જ્યારે એક વર્ષ પહેલા તેના કંપનીનો નફો 281 કરોડ રૂપિયા હતો. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના નફામાં આ વધારો 65.8 ટકા છે. કંપનીની કન્સોલિડેટેડ આવક પણ વર્ષ દર વર્ષ 879 કરોડ રૂપિયાથી વધીને 1323 કરોડ રૂપિયા થઈ ગઈ છે.