Reliance Industries Q3 Results: દેશની સૌથી મોટી વેલ્યૂએશન વાળી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે શુક્રવાર 19 જાન્યુઆરીએ ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા છે. કંપનીએ જણાવ્યું કે ડિસેમ્બર ક્વાર્ટરમાં તેનો નેટ પ્રોફિટ વર્ષના આધાર 10.9 ટકા વધીને 19,641 કરોડ થયો છે. જ્યારે આવક વર્ષના આધાર પર 11.4 ટકાથી વધીને 2.28 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.