Get App

Mutual Funds: જેટલુ મહત્વ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનું છે તેટલુ એક્ઝીટ લોડનું પણ છે

મોટા ભાગના મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો લાંબા ગાળાના રોકાણનાં મહત્વને સમજે છે અને ચક્રવૃદ્ધિ લાભ લઈને પોતાના પોર્ટફોલિયોને સધ્ધર બનાવે છે. પરંતુ મોટા ભાગના મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો એક્ઝીટ લોડ બાબતે અધિક સજાગ હોતા નથી. પરિણામે જ્યારે રોકાણ પાછુ ખેંચવાનું હોય તે વખતે ગણતરી ખોટી પડવાની શક્યતા રહે છે. તેથી જ્યારે મ્યુચ્યુઅલ ફંડ યુનિટ રિડીમ કરવામાં આવે ત્યારે અમૂક પાસાઓને સમજી લેવા જોઈએ

MoneyControl Newsઅપડેટેડ Aug 26, 2023 પર 2:02 PM
Mutual Funds: જેટલુ મહત્વ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનું છે તેટલુ એક્ઝીટ લોડનું પણ છેMutual Funds: જેટલુ મહત્વ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનું છે તેટલુ એક્ઝીટ લોડનું પણ છે
સિસ્ટમેટિક ઈનવેસ્ટમેન્ટ પ્લાન (SIP)માં મ્યુચ્યુઅલ ફંડ્સની ખરીદી વિવિધ સમયગાળામાં થાય છે તેથી આમાં એક્ઝીટ લોડ સમજવો પણ અઘરો છે.

મોટા ભાગના મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો લાંબા ગાળાના રોકાણનાં મહત્વને સમજે છે અને ચક્રવૃદ્ધિ લાભ લઈને પોતાના પોર્ટફોલિયોને સધ્ધર બનાવે છે. પરંતુ મોટા ભાગના મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો એક્ઝીટ લોડ બાબતે અધિક સજાગ હોતા નથી. પરિણામે જ્યારે રોકાણ પાછુ ખેંચવાનું હોય તે વખતે ગણતરી ખોટી પડવાની શક્યતા રહે છે. તેથી જ્યારે મ્યુચ્યુઅલ ફંડ યુનિટ રિડીમ કરવામાં આવે ત્યારે અમૂક પાસાઓને સમજી લેવા જોઈએ.

વિવિધ મ્યુચ્યુઅલ ફંડ ગૃહો અને તેમની સ્કીમ્સમાં એક્ઝીટ લોડ વિભિન્ન હોય છે. એક્ઝીટ લોડ એ રોકાણ યુનિટ વિડ્રોઅલ કરતા સમયે નેટ એસેટ વેલ્યુ (NAV) ઉપર લાગુ પડતો ચાર્જ છે. ધારો કે તમે એક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં 10 લાખ રૂપિયાનું રોકાણ કર્યું અને એક વર્ષ બાદ 11.22 લાખ રૂપિયાના કોર્પસનું વેચાણ કર્યું હોય તો એક ટકા એક્ઝીટ લોડ 11,200 રૂપિયા થાય. આમ રોકાણકારને 11.11 લાખ રૂપિયા જ પરત મળશે.

સિસ્ટમેટિક ઈનવેસ્ટમેન્ટ પ્લાન (SIP)માં મ્યુચ્યુઅલ ફંડ્સની ખરીદી વિવિધ સમયગાળામાં થાય છે તેથી આમાં એક્ઝીટ લોડ સમજવો પણ અઘરો છે. જોકે, ઈક્વિટી પેસિવ મ્યુચ્યુઅલ ફંડ્સ જેમ કે ઈન્ડેક્સ ફંડસ અને ઈટીએફમાં મોટા ભાગે એક્ઝીટ લોડ હોતો નથી. જો ૧૫ દિવસની અંદર જ રોકાણ પાછુ ખેંચી લેવામાં આવે તો જ એક્ઝીટ લોડ લાગુ પડતો હોય છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો