SIP Investment Rise : શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ હોવા છતાં મ્યુચ્યુઅલ ફંડ અંગે રોકાણકારોનું સેન્ટિમેન્ટ હકારાત્મક રહ્યું હતું. જ્યાં એક તરફ દેશમાં MF રોકાણકારોની સંખ્યા 4 કરોડને વટાવી ગઈ છે, તો બીજી તરફ સપ્ટેમ્બર મહિનામાં સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP દ્વારા રેકોર્ડ રોકાણ આવ્યું છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓફ ઈન્ડિયા (એએમએફઆઈ) દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, ગયા મહિને એસઆઈપીમાં રોકાણ રૂપિયા 16,000 કરોડના લેવલને વટાવી ગયું હતું.