Mutual Funds: છેલ્લા કેટલાક મહિનામાં ઇન્વેસ્ટર્સ મલ્ટી એસેટ મ્યુચ્યુઅલ ફંડ તરફ વળ્યા છે. તેનું કારણ પણ હાલનું અસ્થિર આર્થિક વાતાવરણ હોવાનું જણાય છે. મોંઘવારી વધી રહી છે, વ્યાજદર ઊંચા છે અને મંદીનો ભય પણ દેખાઈ રહ્યો છે. આવા સમયે, મલ્ટી એસેટ ફંડ્સને સ્થિર વળતર માટે સલામત ગેમ ગણવામાં આવે છે. મલ્ટી એસેટ મ્યુચ્યુઅલ ફંડ્સ એવા છે કે જેઓ તેમની મૂડીને ઇક્વિટી, ડેટ અને કોમોડિટી જેવા બહુવિધ એસેટ ક્લાસમાં રોકાણ કરે છે. નિયમ એવો છે કે ફંડ મેનેજરે આ દરેક એસેટ ક્લાસમાં કોર્પસના ઓછામાં ઓછા 10 ટકા રોકાણ કરવું પડશે. પરંતુ, શું આ ખરેખર તેને સાચા મલ્ટી એસેટ ફંડ બનાવે છે? ઉદાહરણ તરીકે, જ્યારે શેરબજાર ડાઉનટ્રેન્ડમાં હોય, ત્યારે ઇક્વિટીમાં 80 ટકા અને ડેટ અને કોમોડિટીમાં માત્ર 10 ટકા રોકાણ કરવાથી ફંડની કામગીરી પર પ્રતિકૂળ અસર પડે છે.