Mutual Funds: શેર બજારમાં ભારી અસ્થિરતા હોવા છતાં રોકાણકારો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં વિશ્વાસ જાળવી રાખે છે. એસોસિયેશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI)ના આંકડા અનુસાર, માર્ચમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં કુલ 20,534.21 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું, જે તેના ગત મહિના કરતાં લગભગ 31 ટકા વધારે છે. તેની સાથે દેશની મ્યુચ્યુઅલ ફંડ્સના કુલ અસેટ અંડર મેનેજમેન્ટ (AUM) વધીને 39,42,031 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે જો પૂરા નાણાકીય વર્ષની વાત કરે તો મ્યુચ્યુઅલ ફંડે નાણાકીય વર્ષ 2023માં ઇક્વિટીમાં 1.81 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યો હતો. તેના પહેલા 2022માં તે આંકડા 1.2 લાખ કરોડ રૂપિયા હતા.