Mahashivratri 2024: દર વર્ષે ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે. જે મુજબ આ વર્ષે મહાશિવરાત્રી 8મી માર્ચે ઉજવવામાં આવશે. આ દિવસે મુખ્યત્વે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ તિથિએ મહાદેવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા.