સીબીઆઈએ મહારાષ્ટ્રના નાગપુરમાં 20 લાખ રૂપિયાની રિશ્વતના કેસમાં નેશનલ હાઈવે ઓથૉરિટી ઑફ ઈન્ડિયા (NHAI)ના એક જનરલ મેનેજરની ધરપકડ કરી છે. સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ અધિકારીઓએ જણાવ્યું કે અરવિંદ કાલે, જે એક પ્રોજેક્ટ ડાયરેક્ટર પણ છે, તેણે કથિત રીતે એક પ્રાઈવેટ કંપની પાસેથી રિશ્વત લીધી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ કાલેની ધરપકડ પછી સર્ચ ઓપરેશન દરમિયાન 20 લાખ રૂપિયાની રિશ્વત સહિત 45 લાખ રૂપિયા રોકડા રિકવર કર્યા છે.